ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ થતાં દર્દી સહિત તમામ 7ના મોત
ઝારખંડના રાંચીથી દિલ્હી જઈ રહેલી મેડિકલ એર એમ્બ્યુલન્સ સોમવારની સાંજે ચતરા જિલ્લામાં ગાઢ જંગલોમાં ક્રેશ થતાં તમામ સાત મુસાફરોના મોત થયા હતાં.રેડબર્ડ એરવેઝ પ્રાઈવેટ લિમિટેડના આ વિમાને રાંચી એરપોર્ટથી સાંજે 7.11 વાગ્યે ઉડાન ભરી હતી. 7.30 વાગ્યે વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. જે બાદ સિમરિયા વિસ્તારના બરિયાતુમાં તે ક્રેશ થયું હતું.